નવા CA ભવનમાં સોમવારના રોજથી કામગીરીનો આરંભ
Updated on 12-11-2024 17:32
જે દેશનું સૌથી મોટું; ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાનું બિલ્ડિંગ પરિસર છે.
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બનેલ પાંચ માળના ICAI ભવનમાં 11 નવેમ્બર, સોમવારના રોજથી શૈક્ષણિક તથા વહીવટી કામગીરીનો આરંભ
આ CA ભવન દેશનું સૌથી મોટું; ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાનું બિલ્ડિંગ પરિસર છે.
આ ભવનનું ગત ફેબ્રુઆરી માસમાં ઉદઘાટન કરાયું હતું ત્યાર બાદ હવેથી અહીંયા શૈક્ષણિક તથા વહીવટી કામો શરૂ થયા છે. ICAIનાં ભૂતપૂર્વ પ્રમુખ અનિકેત તલાટીના જણાવ્યા મુજબ 5500 ચો.વારમાં 1.25 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પાંચ માળનું આધુનિક ભવન તૈયાર કરાયું છે. જે દેશનું સૌથી મોટું CA ભવન છે.
110 સ્ટુડન્ટ્સનો સમાવેશ થઈ શકે તેવી હાઈટેક લાઇબ્રેરી તથા ફાઉન્ડેશન-ઇન્ટર-ફાઇનલ માટે 500 વિધાર્થીને કોચિંગ આપી શકાશે.
અહીં 5 વિશાળ આઇટી લેબ, 400ની કેપેસિટી વાળો ટ્રેનિંગ હોલ તથા કેફેટેરિયા જેવી સુવિધાઓ છે.
આ ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાળાઓના કહેવા મુજબ ભવિષ્યમાં અમદાવાદ દેશનું એકાઉન્ટિંગ હબ બનશે જેથી અહીં સ્ટુડન્ટ્સ સાથે CA મેમ્બર્સની સંખ્યા પણ વધશે.
ગુજરાતભરના CA મેમ્બર્સ માટેના નાના મોટા ટેકનિકલ પ્રોગ્રામ્સ હવે અહીંયાજ થશે. જેથી ખર્ચ અને સમય બંને બચશે.
સાથે સાથે ગિફ્ટ સિટી તથા બીજી MNC કંપનીઓને યોગ્ય સ્કિલ સાથે એમ્પ્લોય પણ મળશે.