આ વખતનું કાંકરિયા કાર્નિવલ અનોખુ હશે!
વિવિધ કાર્યકર્મોના આયોજન સાથે ગિનિસ બૂકમાં નોંધાશે નામ.
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાશે કાંકરિયા કાર્નિવલ 2024!
અમદાવાદની જનતાના ફેવરિટ સ્પોટમાંનું એક એટલે કે કાંકરિયા લેક જ્યાં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં 25થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ત્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વખતના 15મા કાંકરિયા કાર્નિવલમાં અલગ જલસો માણવા મળશે. અધધ ખર્ચો કરીને મ્યુનિ. એ જાણીતા કલાકારો અહિં પરફોર્મ કરવા બોલાવ્યા છે. જેમાં આખા બજેટ માંથી ₹3.5 કરોડથી વધુનો ખર્ચ તો ફક્ત નામી કલાકારોને બોલાવવા અને પરફોર્મ કરવા માટે જ અપાશે.
પરફોર્મ કરનાર કલાકારો
-સાંઈરામ દવે
-કિંજલ દવે
-ગીતાબેન રબારી
-ઈશાની દવે
-કૈરાવી બુચ
-પ્રિયંકા બાસુ
-રાગ મહેતા
-અપેક્ષા પંડયા
-દેવિકા રબારી
-મનન દેસાઇ
-દીપ વૈધ્ય
-ચીરાયું મિસ્ત્રી
-અમિત ખુવા
-સૂરજ બરાલિયા
ડિસે.માં 25થી 31મી સુધી ચાલનાર આ કાર્નિવલ માટે AMC આ વર્ષે ₹6 કરોડથી વધારે ખર્ચ કરશે જેમાં ₹3.5 કરોડથી વધુ કલાકારોને પરફોર્મ કરવા માટે અપાશે અને બાકી અન્ય ખર્ચ.
પ્રથમ દિવસે ગિનિસ બૂકમાં કોઈક બાબતથી નામ નોંધાય તેવી માહિતી મળી છે. તથા ભવ્ય પરેડનું આયોજન પણ છે.
આ વર્ષે કાર્યક્રમ 3 તબ્બકામાં યોજાશે. જ્યાં સવારે, બપોરે અને સાંજે એમ 3 તબ્બકામાં એમ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. 3 જેટલા સ્ટેજ પર વિવિધ કાર્યક્રમો થશે.
પ્રથમ વાર આ કાર્નિવલમાં ડ્રોન-શો યોજાશે. આતિશબાજી તથા લોક ડાયરો, બોલીવુડ ફ્યૂઝન, ટિપ્પણી ડાન્સ, તલવાર રાસ, વાયોલિન તથા સંતૂર વાદન, સૂફી ગઝલો, પોલીસ બેન્ડ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત સ્ટેન્ડ અપ કોમેડી, નુક્કડ નાટક, પપેટ શો, પેટ શો, કવિતા પઠન ગીત સંગીત જેવા કાર્યક્રમ યોજાશે.
અન્ય પ્રવૃત્તિઓમાં મહેંદી આર્ટ, ગેમિંગ ઇવેંટ, મ્યૂઝિકલ ફાઉન્ટેન, કિડ્સ ડાન્સ, લાફિંગ ક્લબ, ફિટનેસ ડાન્સ, વેલનેસ ટોક, આર્ટ એન્ડ ક્રાફ્ટ વગેરેનું આયોજન પણ અહિં કરાયું છે.
સવારે યોગ, પ્રાણાયામ, ઝૂમ્બા જેવી પ્રવૃત્તિ બપોરે ફૂડ કોર્ટ અને ક્રાફ્ટન બજાર અને સાંજે લાઈવ શો તથા લેશર શો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં લોકો આવશે તેવું અનુમાન છે.