ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઇ કાર, 7 યુવાનોના ઘટનાસ્થળે જ મોત
શામળાજીથી 7 સીટર ગાડીમાં અમદાવાદ આવી રહ્યા હતા આ યુવાનો.
શામળાજીથી અમદાવાદ આવતી વખતે એક કારનો હિંમતનગરની સહકારી જીન પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમદાવાદના 7 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
• માહિતી મુજબ ટ્રેલર પાછળ કાર ધડાકભેર ઘૂસી ગઈ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
• GJ 01 RU 0077 નંબરની ઇનોવા કાર અમદાવાદ તરફ આવી રહી હતી.
• મૃતકોના નામ: ધનવાની ચિરાગ, રોહિત, સાગર ઉદાની, ગોવિંદ, રાહુલ, રોહિત, બર્થ.
• ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું નામ: હનીભાઈ તોતવાની
• આ તમામ યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.01:32 PM