ધોરણ 12 પાસ માટે રેલવેમાં ભરતી, 3445 જગ્યાઑ પર થશે ભરતી
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની જગ્યાઑ ખાલી
RRB NTPC દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે 3445 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
• જેમાં 18 થી 33 વર્ષના ઉમેદવારો 20 ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
• સામાન્ય, OBC અને EWS ઉમેદવારે 500 રૂપિયા ફી, જ્યારે ST, SC, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારે 250 રૂપિયા ભરવાના રહેશે.
• ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે.
ભરતીની જગ્યાઓ
• કોમર્શિયલ કમ ટીકીટ ક્લાર્ક
• એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (અંગ્રેજી અને હિન્દી બંનેમાં ટાઈપિંગ કરતાં આવડવું જોઈએ)
• જુનિયર ક્લાર્ક કામ ટાઇપિસ્ટ
• ટ્રેન ક્લાર્ક