PRL અમદાવાદ કરશે ISRO માટે શુક્રયાનની તૈયારી
ISROની અનેક સિદ્ધીઓમાં શુક્રયાન પણ થઈ શકે છે સફળ; જેમાં અમદાવાદનું PRL મુખ્ય ભાગ ભજવશે.
શુક્રયાન મિશનમાં અમદાવાદ PRLની મુખ્ય ભૂમિકા.
2028માં લોન્ચ થશે મિશન શુક્રયાન, જ્યાં ચંદ્રયાન, મંગળયાન બાદ ભારત મેળવી શકે છે શુક્રયાનની સિદ્ધિ .
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદના ડાયરેક્ટર ડો.અનિલ ભારદ્વાજે આપેલી માહિતી મુજબ, PRL અમદાવાદમાં બનેલા 5 પ્રકારના પેલોડ્સ વપરાશે .
જે આ મુજબની શોધખોળમાં મદદ કરશે.
-શુક્ર પર વાતાવરણ કેવું છે ?
-શુક્ર પર પ્રકાશ છે કે નહીં ?
-આ ગ્રહ પર ઉલ્કાવર્ષા થાય છે કે કેમ ?
-ધૂળના કણોની હાજરી છે કે કેમ ?
-અને સુર્યપ્રકાશના કણો ત્યાં આવે છે કે નહી ?
આ ઉપરાંત PRL ડાયરેક્ટરનું કહેવું છે કે શુક્ર પર જે કુદરતી ઘટનાઓ બને છે તે આવનાર સમયમાં પૃથ્વી પર શક્ય છે કે કેમ તે પણ આ શુક્રયાનનો હેતુ છે.
આ મિશન વિનસ ઓર્બિટર 2028 માં લોન્ચ ન થઈ શક્યું તો ત્યાર બાદ સીધું 2031 માં શક્ય બનશે.
લોન્ચ કર્યા બાદ આ શુક્રયાનને શુક્ર પર પહોંચતા 140 દિવસનો સમય લાગશે.
આ યાનનું વજન 2500 કિલોગ્રામ હશે જેમાં 100 કિલોગ્રામના તો ફક્ત પેલોડ્સ હશે.