અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટો સોદો,
Updated on 29-10-2024 16:47
રિવરફ્રન્ટના એક પ્લોટની હરાજીમાં પ્રતિ ચો.મીટર દીઠ ₹3,52,941 ભાવ મળ્યા, 4,420 ચો.મીટર પ્લોટ ₹156 કરોડમાં વેચાયો.
અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટો સોદો,
રિવરફ્રન્ટના એક પ્લોટની હરાજીમાં પ્રતિ ચો.મીટર દીઠ ₹3,52,941 ભાવ મળ્યા, 4,420 ચો.મીટર પ્લોટ ₹156 કરોડમાં વેચાયો.
* અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પેશિયલ પર્પઝ વેહિકલ (SPV) કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા નદીના પશ્ચિમ કાંઠે વલ્લભસદન પાછળ અને મેટ્રો બ્રિજના નજીક લૅન્ડ પાર્સલમાં મિક્સ યુઝ્ડ કોમર્શિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની ફાઈનાન્સિયલ બિડ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી છે.
* રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારે તેનો ખર્ચ કાઢવા માટે રિક્લેઇમ થયેલી જમીનનાં પ્લોટ પાડીને તેનાં વેચાણ કરવાનો નિર્ણય જે તે સમયે લેવાયો હતો. જોકે, વર્ષો સુધી રિવરફ્રન્ટનાં પશ્ચિમ કે પૂર્વ કિનારાનાં પ્લોટ માટે કોઇ બીડર મળતા નહોતા, જો કે હાલ ઉભરતું અમદાવાદ જોઈને ઘણા ડેવલપરો એ આ જગ્યાઓ માટે રસ દાખવ્યો છે જેમાં 4,420 ચો. મીટરના પ્લોટ માટે મુંબઈની ઈ-સિટી રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડે સૌથી વધુ બોલી લગાવી આ પ્લોટ મેળવ્યો છે.
* આગામી 4 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરશે જ્યાં 17 માળથી વધુની કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં કો વર્કિંગ સ્પેસ, રેસ્ટોરાં, રિટેલ સ્ટોર, થિયેટર, કોમર્શિયલ ઓફિસ સહિત પ્રથમ 4 માળ પર પર મોલ બનાવવામાં આવશે.