આ તહેવારોમાં કાંકરિયાએ AMC 43 લાખની કમાણી કરાવી!
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દિવાળીની રજાઓનો આનંદ માણવા ભારે ભીડ
રજાના દિવસોમાં ભીડનો ઘસારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થયો.
દિવાળીની રજાઓમાં કાંકરિયા લેક અને પ્રાણીસંગ્રહાલય ખાતે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી; સાથે AMCની આવકમાં પણ વધારો જોવા મળ્યો.
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પડતર દિવસ, બેસતા વર્ષ અને ભાઈબીજની રજામાં લોકો પરિવાર સાથે મજા માણવા અહીં આવી પહોંચ્યા, જેના લીધે આ રજાઓમાં 2.50 લાખથી વધુ લોકોએ અહી મુલાકાત લીધી હતી.
આ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ ₹43 લાખની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ લોકો પ્રાણીસંગ્રહાલય જોવા આવ્યા હતા, જેનાથી કુલ ₹24 લાખની આવક ઊભી થઈ હતી.
આ સિવાય લોકોએ અટલ એક્સપ્રેસ ટ્રેન, બટરફ્લાય પાર્ક અને કિડ્સ સિટીની પણ મજા માણી. આ ત્રણ દિવસમાં નગીનાવાડીની પણ 12000થી વધારે લોકોએ પણ મુલાકાત લીધી હતી.