આ વર્ષે દિવાળીના તહેવારમાં ઇમરજન્સીના બનાવો વધ્યા
ગયા વર્ષ કરતાં 108 ઇમરજન્સી સેવાને સૌથી વધુ કોલ મળ્યા. જ્યાં માર્ગ અકસ્માતના વધુ કેસ જોવા મળ્યા.
તહેવાર દરમિયાન માર્ગ અકસ્માત અને ઇમરજન્સીમાં વધારો નોંધાયો
અમદાવાદ શહેરમાં 4 દિવસમાં માર્ગ અકસ્માતના 493 જેટલા કેસ સામે આવ્યા,જ્યાં દિવાળીના દિવસે 131 અને નવા વર્ષના દિવસે 125 કેસ જોવા મળ્યા.
સામાન્ય દિવસોમાં આ આંકડા 90 ની આસપાસ હોય છે; પરંતુ આ દિવસોમાં આ આંકડા વધ્યા હતા.
108ને ગયા વર્ષ કરતાં આ વર્ષે સૌથી વધારે ઇમરજન્સી કોલ મળ્યા હતા, 31 ઓકટોબરથી લઈને 3 નવેમ્બર સુધીના આ દિવસોમાં રાજ્યમાં કુલ 20,164 જેટલા અલગ-અલગ પ્રકારની ઇમરજન્સીના કેસ સામે આવ્યા હતા,જેમાં ફટાકડાથી દાઝવાના 113 કેસ નોંધાયા જ્યાં અમદાવાદ સૌથી વધારે 33 જેટલા કેસ બન્યા હતા, આ સાથે સુરતમાં 29,રાજકોટમાં 9 અને ભરૂચમાં 7 જેટલા કેસ સામે આવ્યા.
સામાન્ય દિવસો કરતાં અમદાવાદમાં આ તહેવારના દિવસોમાં મારામારી,અકસ્માત તથા ફટાકડાથી દાઝવાની બાબતોમાં 36% થી લઇને 111% જેટલો વધારો થયો હતો.